છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ઈન્સ્ટાગ્રામ પર રાજીનામું પોસ્ટ કરતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સંગઠન અને વહીવટી કારણ આપીને તેમણે રાજીનામું ધર્યુ છે.છોટાઉદેપુર ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાની ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. ભાજપમાંથી રાજીનામું આપવાની પોસ્ટ કરી છે. રાજીનામાનું કારણ સ્થાનિક સંગઠન અને વહીવટના કારણે રાજીનામું પોસ્ટથી ચર્ચા જાગી છે. તેમણે લખ્યુ કે, હું સ્થાનિક આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ, પરંતુ બહારની એજન્સીઓની ગુલામી નહિ કરું.
આમ, છોટાઉદેપુર ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાઈ ભાજપમાંથી રાજીનામુ આપવાની વાત કરી છે. આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાના હાથે કેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં 7 હાજર કાર્યકરો સાથે જોડાવાની પણ વાત કરી.
આમ આદમી પાર્ટીમાં જોડાશે
છોટાઉદેપુરના ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ વીરસીંગ રાઠવાએ ભાજપમાંથી રાજીનામુ આપવાની વાત કરી છે. સાથે જ કહ્યું કે, સ્થાનિક ભાજપ સંગઠન અને સ્થાનીક વહીવટથી કંટાળીને ભાજપ માંથી રાજીનામું આપી રહ્યાં છે. તેમના સાથી 7 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાશે. આગામી દિવસોમા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હાથે કેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાશે.