છત્રપતિ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે વડાપ્રધાન મોદીએ માંગી માફી, જાણો શું કહ્યું

By: nationgujarat
30 Aug, 2024

PM Modi In Palghar :  થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે માફી માંગે છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.

વડાપ્રધાન મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકારોનું ખાતમુહૂર્ત-શિલાન્યાસ કર્યો

આ પહેલા વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.


Related Posts

Load more