ચિંતન શિબિર માટે CM ‘ટીમ ગુજરાત’ સાથે વલસાડ જવા રવાના

By: Nation Gujarat Team
27 Nov, 2025

12મી ચિંતન શિબિર માટે CM ભૂપેન્દ્ર પટેલ ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજ(27 નવેમ્બર) થી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.

આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ટ્રેનમાં રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે.

મુખ્યમંત્રી ‘ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારતમાં નીકળ્યા આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્યસચિવ મનોજકુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલ સેવાની ‘વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા.

PM મોદીએ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત બનાવી, તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી.

12મી ચિંતન શિબિર ‘સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે ચિંતન શિબિરની 12મી કડીનું આયોજન કર્યું છે.


Related Posts

Load more