ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ

By: Nation Gujarat Team
01 Jul, 2026

Silver and Gold Price News : સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતી જઈ રહી છે. વાયદા બજારમાં આજે પણ જોરદાર ભૂકંપ આવતા બંને કિંમતી ધાતુઓની કિંમતો ગગડતાં રોકાણકારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

સોનામાં 1000થી વધુનો કડાકો
વાયદા બજારમાં સોનાની કિંમતોની વાત કરીએ તો ગઈ કાલે સોનું પ્રતિ 10 ગ્રામ 142531 રૂપિયાની સપાટીએ ક્લૉઝ થયું હતું જે આજે ખુલતાની સાથે 141634 પર સ્પર્શીને 141115 રૂપિયાએ પહોંચી ગયું હતું. જેના પરથી કહી શકાય કે સોનાની કિંમતોમાં આજે 1416 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારો ફરી એકવાર આ સ્થિતિને લીધે મુંઝવણમાં મૂકાયા હતા.

ચાંદીની કિંમતોમાં મોટો કડાકો
બીજી બાજુ ચાંદીની કિંમતોની વાત કરીએ તો જે ગઇકાલે પ્રતિ કિલોએ 228563 રૂપિયાએ બંધ થઇ હતી. તે આજે 225000 રૂપિયાની સપાટીએ ખુલી હતી અને તેમાં પણ કડાકાનો દોર યથાવત્ રહેતા તે સીધી 222901 રૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. જેના પરથી ખ્યાલ આવે છે કે ચાંદી આજે કુલ 5662 રૂપિયા જેટલી તૂટી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે ચાંદી ચાર લાખની સપાટીને કૂદાવી ચૂકી હતી જે આજે સવા બે લાખ રૂપિયાની આજુબાજુ ટ્રેડ થઇ રહી છે.


Related Posts

Load more