ચાંદખેડામાં દારૂના નશામાં પોલીસકર્મીએ કાર હંકારી મોપેડ સવાર કાકા-ભત્રીજીને અડફેટે લીધા

By: Nation Gujarat Team
23 Sep, 2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના નશામાં કાર હંકારી રહેલા પોલીસકર્મીએ મોપેડ સવાર કાકા અને ભત્રીજીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 15 વર્ષીય સગીરાને ઈજા પહોંચી હતી.મળતી માહિતી મુજબ, નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ગૌરાંગકુમાર દવે કથિત રીતે દારૂના નશામાં કાર ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પૂરપાટ ઝડપે કાર હંકારીને આગળ જઈ રહેલા મોપેડને પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં કાશીન્દ્રા ગામના આશિષ પટેલ તેમની 15 વર્ષીય ભત્રીજી સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. કારની ટક્કર બાદ બંને રોડ પર પટકાયા હતા, જેમાં સગીરાને ઈજા પહોંચી હતી.અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને કારચાલક પોલીસકર્મીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે ગૌરાંગકુમાર દવે વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતના સંજોગો તેમજ કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related Posts

Load more