ઘર પર ફાયરિંગની ઘટના બાદ પહેલી વખત ગેલેક્સીની બહાર નીક્ળ્યો સલમાન ખાન, જુઓ વીડિયો

By: nationgujarat
16 Apr, 2024

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારીની ઘટના બાદ પહેલી વખત ઘરની બહાર જોવા મળ્યા હતા. તેને ઘરની બહાર જોતા ચાહકો ખુબ ખુશ થયા હતા.સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે તેના કાફલા સાથે ઘરની બહાર જઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર હૈશ ટેગ સલમાન ખાન ટ્રેંડ થઈ રહ્યો છે. લોકો પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે.ઘટના બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, સલમાન ખાન કોઈ પણ પ્રોજેક્ટનું શૂટિંગ કે તેની સાથે જોડાયેલા કામમાં પ્રભાવિત થવા દેશે નહિ, સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

દબંગ ખાન પોતાની બ્લેક કારમાં બહાર નીકળ્યા

આ ધમકીઓ વચ્ચે થોડા દિવસ પહેલા જ તેના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ અને ભાઈજાનને ડરાવવામાં આવ્યા હતા. પરિવાર અને સલમાન ખાનના ચાહકોનું રિએક્શન આવવા લાગ્યું છે આ વચ્ચે દબંગ ખાન પોતાની બ્લેક કારમાં બહાર નીકળી ચાહકોને ખુશી થઈ છે. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફાયરિંગની ઘટના બાદ પહેલી વખત સલમાન ખાન ઘરની બહાર નીકળ્યો છે.

ફાયરિંગ કરનાર બંન્ને શૂટરની પોલીસે ધરપકડ

લોક આ વીડિયો પર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, દમ હોય તો કોઈ રોકીને દેખાડે, કોઈએ કહ્યું ટાઈગર અભી ઝિંદા હૈ. એક ચાહકે કહ્યું ડરી જાઈ તો સલમાન ખાસ કઈ વાતનો.જેવી સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ત્યારથી સુપરસ્ટારથી લઈ ચિંતિત થઈ ગયા છે. લોરેન્સ બિશ્રોઈ ગેંગે આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી છે. હજુ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ફાયરિંગ કરનાર બંન્ને શૂટરની પોલીસે ધરપકડ કરી લીધી છે.


Related Posts

Load more