ઘરમાં પત્તા રમતા લોકો માટે રાહતના સમાચાર: ગુજરાત હાઈકોર્ટે રદ કરી પોલીસ ફરિયાદ, કર્યો મહત્વપૂર્ણ હુકમ

By: Nation Gujarat Team
13 Aug, 2026

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરની અંદર નફાના હેતુ વગર પૈસાથી પત્તા રમવા એ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનતો નથી. વર્ષ 2021માં પોલીસે અમદાવાદના એક મકાનમાં રેડ પાડીને પત્તા રમતા કેટલાક લોકો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી FIR દાખલ કરી હતી. જોકે, આ કેસમાં અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવીને રજૂઆત કરી હતી કે સંબંધિત મકાન કોઈ જુગારનો અડ્ડો નથી અને તેઓ કોઈ આર્થિક નફો મેળવવાના ઈરાદાથી રમી રહ્યા નહોતા. અરજદારની આ દલીલોને ગ્રાહ્ય રાખીને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી તે FIRને રદ કરવાનો હુકમ કર્યો છે.


Related Posts

Load more