Related Posts
ગોધરાના વૃંદાવન નગર 2 વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યના મોત થયા છે. સેતુ ક્લબ સામે બનેલી આ ઘટનાથી પંથકમાં શોક વ્યાપી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ લાગી હતી. આગનો ધુમાડો ઝડપથી સમગ્ર ઘરમાં ફેલાઈ ગયો હતો. મકાનની ચારેય તરફ કાચ હોવાને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો.
ધુમાડાના ગૂંગળામણથી ઘરમાં હાજર ચારેય વ્યક્તિઓના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભોગ બનનાર તમામ ચારેય વ્યક્તિઓને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.