ગેસ સિલિન્ડરમાં રૂ.60ના વધારાથી ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ

By: Nation Gujarat Team
08 Mar, 2026

અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. ભારત સીધી રીતે ભલે યુદ્ધમાં સામેલ નથી, પરંતુ દેશના લોકો તેનો ભોગ બની રહ્યા છે. આજથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 60નો વધારો થયા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાને લઈ ગૃહિણીઓ કહી રહી છે કે, જો યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો લોઅર-મિડલ ક્લાસને તેની ખૂબ ગંભીર અસર પડશે. ગૃહિણીઓનું માનવું છે કે, હાલમાં માત્ર ગેસ સિલિન્ડરોના ભાવ વધ્યા છે, પરંતુ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે તો તમામ ચીજ-વસ્તુઓ મોંઘી થશે. ગેસના ભાવ વધતા તેઓના આ મહિનાનું બજેટ ખોરવાઈ જશે અને બાળકોની જમવાથી લઈને અન્ય ખુશીઓ મારવી પડશે.

 


Related Posts

Load more