વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના એક ગામના યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારે યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવાર અમદાવાદથી બંનેનું અપહરણ કરી, યુવક પર પાશવીય અત્યાચાર ગુજાર્યો હતો.
ફરિયાદી યુવક (ઉં.વ. 26)એ ફરિયાદમાં નોંધાવેલી વિગતો મુજબ, તેને ત્રણ વર્ષ અગાઉ એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતીના લગ્ન અન્ય જગ્યાએ થયા હોવા છતાં તે યુવતી યુવક સાથે રહેવા માંગતી હતી. જેથી બંનેએ ગત 16/3/2026ના રોજ મૈત્રી કરાર કર્યા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદના વટવા વિસ્તારમાં આયોજન નગરમાં ભાડે રૂમ રાખીને રહેતા હતા અને નોકરી કરતા હતા.
ગત તારીખ 2/4/2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને અમદાવાદ ખાતેના તેમના રૂમ પર ધસી આવ્યા હતા. આરોપીઓએ દરવાજો ખોલી અચાનક ધસી આવ્યા અને બંનેને અપશબ્દો બોલવા લાગ્યા હતા. થેલામાં રહેલા રોકડા રૂ. 32,000 અને સોનાના દાગીના તેમજ મોબાઈલ-ડોક્યુમેન્ટ લૂંટી લીધા હતા. ત્યાર બાદ બંનેને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવકને અવાવરૂ જગ્યાએ અને ખેતરમાં લઈ જઈને આરોપી હસમુખ બાબુજી માળી અને અન્ય શખસોએ હ્રદયદ્રાવક અત્યાચાર ગુજાર્યો હતો:
આરોપીઓએ અંતે યુવકને એક ખેતરમાં ફેંકી દીધો હતો. જ્યાં સ્થાનિક લોકોએ 112 અને 108 ને જાણ કરી હતી. જે બાદ હાલ યુવકને લોહીલુહાણ હાલતમાં થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. થરાદ પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ બાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચિરાગ પ્રુથ્વીરાજ ચૌધરીને સોંપી છે.