BJP Gujarat New President : ગુજરાત ભાજપમાં હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવી ગયો છે. જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. જગદીશ વિશ્વકર્મા આજે બપોરે 12.30 કલાકે વિજય મુહૂર્તમાં દાવેદારી માટે ફોર્મ ભરશે. આમ, જો જગદીશ વિશ્વકર્મા સિવાય બીજું કોઈ ફોર્મ ન ભરે તો, તેમનું વન વે સિલેક્શન થઈ જશે. તો ચૂંટણી નહિ થાય, અને જગદીશ વિશ્વકર્મા બિનહરીફ જાહેર કરાશે. આજે ભાજપમાં પ્રદેશ પ્રમુખ કોણ હશે તે મોટા ભાગે ક્લિયર થઈ જશે. પ્રદેશ પ્રમુખને લઈને આજે ફોર્મ ભરવામાં આવશે. સૂત્રોના મતે હાઈ કમાન્ડનો આદેશ આવ્યા બાદ એક જ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. એક જ ઉમેદવારની ઉમેદવારી થવાને લઈને ચૂંટણી ન થાય તેવી પૂરેપૂરી શકયતા વધુ દેખાઈ રહી છે. જો એક જ ફોર્મ ભરાય તો આજે જ નામની જાહેરાત થશે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા
હાલ આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, OBC ચહેરાને નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. OBCને પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવે તેવી પ્રબળ શક્યતા છે. જેમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ જગદીશ વિશ્વકર્માનું નામ છે. ઓબીસીમાંથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી પ્રબળ શક્યતા છે, જેમાં અમદાવાદ નિકોલના ધારાસભ્ય અને મંત્રી જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે છે. જોકે, પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તે પહેલા કમલમમાં ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે. નવા પ્રદેશ પ્રમુખ ચૂંટાય તે પહેલાં તેમની આગતા સ્વાગતા માટે તૈયારી શરૂ કરી દેવાઈ છે. કમલમ બહારના રસ્તા પર ભાજપના ધ્વજ લહેરાવ્યા છે. તેમજ રસ્તાઓ પર સાફ સફાઈ પણ કરવામાં આવી છે. અન્ય ઉજવણીની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે.