ચીને આ વર્ષે 24મા વાવાઝોડા ‘ફેંગશેન’ માટે બ્લુ એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડું હવે ખૂબ જ રૌદ્ર રૂપ ધારણ કરી ચૂક્યું છે. દેશના દક્ષિણ વિસ્તારોના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર (NMC)એ સૂચના આપી કે, રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં વાવાઝોડું ફિલિપાઇન્સમાં લુઝોન ટાપુના પશ્ચિમ કિનારા પર મંડરાતું હતું, જ્યાં તેના કેન્દ્રની આસપાસ પવનની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં તારીખ 23 અને 24 ઓક્ટોબરમાં એક વાવાજોડું આકાર લેતું જોવા મળશે. તારીખ 28 અને 29 ઓક્ટોબર સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. જેને કારણે બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 19 ઓક્ટોબરના દિવસે વાવાઝોડું અરબી સમુદ્રમાં આકાર લેતા જોવું મળશે. બંગાળ ઉપસાગરમાં ગતિ વિધિ દક્ષિણ ભારતમાં પ્રવેશી અરબી સમુદ્રમાં વાવાઝોડું પ્રવેશી શકે છે.
અરબી સમુંદરનું વાવાઝોડું બંગાળ ઉપસાગરનો ચક્રવાતના અકરને ગુજરાતનો હવામાન પલટશે 7 નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે. જેની અસર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે. આ માસના અંતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહેશે. નવેમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનો હવામાન પલટાશે અને શિયાળે અને ચોમાસું આવ્યું હોય તેવું જણાશે. અરબી સમુદ્રમાં ચક્રવાત આવે તો રાજસ્થાન ઉત્તર ભારતના ભાગો, ત્યાર બાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર સુધી ઠંડા પવનોની અસરથી વાવાઝોડું દક્ષિણપશ્ચિમ તરફ વળશે, જે વિયેતનામના મધ્ય કિનારા તરફ આગળ વધશે અને કિનારા પર ટકરાતા સમયે નબળું પડી જશે. આગામી ત્રણ દિવસમાં ‘ફેંગશેન’ પૂર્વી અને ઉત્તરી તાઇવાન, ફુજિયાન અને ગ્વાંગડોંગ પ્રાંતના દરિયાકાંઠાના વિસ્તારો, હૈનાન ટાપુ અને ઉત્તરી દક્ષિણ ચીન સમુદ્રના ઉત્તર ભાગમાં ભારે વરસાદ અને ભારે પવન લાવશે.