ગુજરાતમાં ઠંડીનો ચમકારો! અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો, આગામી દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી

By: nationgujarat
16 Nov, 2024

Gujarat Weather Update: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરૂઆત થઈ રહી છે. જો કે, કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાની સાથે ઠંડી પડવા લાગી છે. નવેમ્બરના 15 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરૂ થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે. જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

આ શહેરોના તાપમાનમાં ઘટાડો

હવામાન વિભાગે અનુસાર, અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું.


Related Posts

Load more