ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ

By: nationgujarat
18 Dec, 2025

Gujarat Jantri 2026 : ગુજરાતમાં જમીન અને મિલકતોના ભાવ નિર્ધારણ માટે મહત્વની એવી ‘જંત્રી’ના દરોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળશે. મહેસુલ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલી નવી જંત્રીનો અમલ જાન્યુઆરી-2026ના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં શરૂ કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

બજેટ સત્ર પહેલાં લેવાશે મહત્ત્વનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પૂર્વે જ નવી જંત્રી અમલી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવી જંત્રી લાગુ થવાથી રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જમીન તેમજ મકાનોના સરકારી ભાવમાં વધઘટ થશે, જેની સીધી અસર રિયલ એસ્ટેટ માર્કેટ અને દસ્તાવેજ નોંધણી પર પડશે.


Related Posts

Load more