Jigisha Patel joins AAP : ગોંડલની રાજનીતિમાં નવો દાવ ખેલાવા જઈ રહ્યો છે. કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી જિગીષા પટેલ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. કેજરીવાલે ખેસ પહેરાવી જિગીષા પટેલનું કર્યું સ્વાગત હતું.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ફાર્મ ખાતે જિગીષા પટેલ આજે 30 ઓક્ટોબરના રોજ વિધિવત રીતે રાજકારણમાં જોડાયા છે. આ દરમિયાન ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા.
AAPમાં જોડાવવા મામલે જિગીષા પટેલે જણાવ્યું હતું કે, ‘ઘણા વર્ષોથી સમાજ માટે લડી રહી છું, ત્યારે વડીલોએ મને રાજકારણમાં ઝંપલાવવા કહ્યું હતું. અંતે મે AAPમાં જોડાવાનો નિર્ણય કર્યો. AAP સાથે લોકો ભરોસાથી જોડાઈ રહ્યા છે, ત્યારે હવે પરિવર્તન આવશે.
આમ આદમી પાર્ટીનું પાટીદાર પાસું વધુ મજબૂત બન્યું છે. પાર્ટી પાસે પહેલાથી જ ગોપાલ ઈટાલિયા જેવા મજબૂત વોટબેંક ધરાવતા નેતા છે. ત્યારે હવે પાટીદાર સમાજના અગ્રણી જીગીશા પટેલ AAP માં જોડાયા છે. રાજકોટ-અમદાવાદ હાઈ વે પર આવેલ પ્રભુ ફાર્મ ખાતે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જિગીશા પટેલને ખેસ પહેરાવીને વેલકમ કર્યું હતું. આવતીકાલે ગોંડલમાં રેલી કરી જિગીશા પટેલ વિશે સત્તાવાર જાહેરાત કરાશે
આવતીકાલે ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીના મહાસંમેલન માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત પહોંચ્યા છે. હિરાસર એરપોર્ટ પર આપના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને સહિત મોટી સંખ્યામાં આપ કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને કહ્યું કે, 37 વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કરીને ભૂલ કરી હતી એજ ભૂલ ભાજપે અત્યારે કરી છે. ખેડૂતોનો અવાજ આમ આદમી પાર્ટી બનવા જઈ રહી છે.