ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ સમયે અફરાતફરી

By: Nation Gujarat Team
22 Sep, 2025

વડોદરામાં થતા ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબાના પાસ મેળવવામાં ખેલૈયાઓમાં ભારે અફરાતફરી મચી હતી. ધક્કામુક્કીમાં કાચ તૂટતા 3 થી ચાર લોકોને ઈજા થતાં 108 દ્વારા સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. સ્થિતિ વધુ બગડે નહીં તે માટે અલ્કાપુરી ક્લબ ખાતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. રૂ. 5500 ચૂકવ્યા બાદ પણ કોઈ સુવિધાન હોવાનો ખેલૈયાઓએ બળાપો કાઢ્યો હતો. ખેલૈયાઓના હોબાળા બાદ આયોજક તરફથી મામલાનો શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો.

જે ખેલૈયાઓએ બુકીંગ કરાવ્યું છે તેઓને ગરબા ગ્રાઉન્ડ પર ક્યુઆર કોડ સ્કેન કરી પ્રવેશ આપવાની ખાતરી આપવામાં આવી છે. ખેલૈયાઓએ જે મોબાઈલથી બુકીંગ કરાવ્યું છે તે સાથે રાખવા કહેવાયું છે.

અલ્કાપુરી ક્લબ ખાતે 4000 જેટલા લોકો એકઠા થઈ જતા અફરાતફરી મચી વડોદરામાં યોજાતા યુનાઈટેડ વેના ગરબામાં ગરબા ગાવા જવા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ હોય છે. હજારોની સંખ્યામાં ખેલૈયાઓ પાસ મેળવતા હોય છે. આ વર્ષે પાસ મેળવનાર ખેલૈયાઓને કોઈ કારણોસર કુરિયમાં પાસ ન મોકલાયા અને આજે અલ્કાપુરી ક્લબ ખાતે પાસ લેવા માટે રૂબરૂ બોલાવતા અફરાતફરી મચી હતી. ધક્કામુક્કી થતા દરવાજાના કાચ તૂટ્યા હતા જેમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોબાળાના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

અમે ગરબા ગાવા જઈએ કે પાસ લેવા લાઈનમાં ઉભા રહીએ- મહેશ પટેલ પાસ લેવા માટે આવેલા મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી વાઇફનો યુનાઇટેડ વેનો પાસ લેવા માટે આવેલો. અમને મેસેજ આવ્યો હતો મારા મોબાઇલમાં કે તમે 21 તારીખે અલકાપુરી ક્લબમાંથી તમે પાસ કલેક્ટ કરી શકો છો. જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમણે કીધું કે QR કોડ તમારે જનરેટ થશે મેઇલમાં. હવે છેલ્લે દિવસે ત્યાં આગળ ગરબા ગાવા જઈએ તો ત્યાં લાઈનમાં ઊભા રહીએ કે પછી ત્યાં રમવા જઈએ અમે લોકો?

રૂ. 5500 આપ્યા બાદ પણ કોઈ સુવિધા નથી- ખેલૈયા અહીંયા તોફાન જેવું કઈ વાતાવરણ થઈ ગયું છે એટલે અમે લોકો રિટર્ન થયા. એમણે કીધું QR કોડ આવશે. હવે QR કોડ લઈને અમે લોકોને હજી સુધી QR કોડ મેઇલમાં આવ્યો નથી. કેટલી બધી મુશ્કેલી પડે છે. આટલું બધું મેનેજમેન્ટ હોવા છતાં પણ એ લોકો આટલું ફેઅરલેસ છે, ખોટું છે. આટલા દિવસ બિફોર મેં 15 દિવસ પહેલાં મેં પેમેન્ટ કરી દીધેલું છે. અને હજી સુધી અમે લોકો હું જ્યારે યુનાઇટેડ વેની ઓલ્ડ ઓફિસમાં ગયો હતો, ત્યાં પણ એમણે પ્રોપર જવાબ મને આપ્યો નથી અને ત્યાં કસ્ટમર કેરનો નંબર પણ નથી આપ્યો. એમણે કીધું કે એ લોકો કે અમે બોમ્બેથી આ બધું હેન્ડલ થાય છે. ત્યાંથી તમારે કે ટેન્શન લેશો નહીં અને થોડા દિવસમાં, બે દિવસમાં કે તમારો પાસ આવી જશે. 5500 ભર્યા પછી પણ કોઈ સુવિધા નથી. અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે અને એમાં એવું લખ્યું છે કે તમે રિફંડના પૈસા પાછા આપી દેશું. રિફંડના પૈસા અમારે પાછા નહીં, અમારે ડિલિવરી આવવી જોઈએ. ઘણા લોકોને પાસ આવે છે. ઘણા લોકોને પાસ આવે છે પણ અમારા પાસ આવ્યા નથી એટલે અમે લોકો આજે પોતાનો સંડે ઓફ હતો તો પણ અમે બગાડીને અહીંયા લાઈનમાં ઊભા છીએ.

પૈસા લઈ લે છે પણ મેનેજમેન્ટ કંઈ નથી- યતીન પટેલ પાસ લેવા આવેલા યકીન પટેલે જણાવ્યું હતું કે, પૈસા લઈ લે છે. મેનેજમેન્ટ કશું છે નહિ. તો અલકાપુરી ક્લબ અહિયાં આવ્યા તો હવે કહે છે ગરબા ગ્રાઉન્ડ જાઓ. તો અમારી પાસે એવો થોડો ટાઇમ હોય, આટલા હેરાન થઈ જવાનું. કોઈ મેનેજમેન્ટ જ નહિ. પૈસા લઈ લીધા છે. ઓનલાઈન 5600 રૂપિયા લઈ લીધા છે. ડિલિવરી ચાર્જના પણ એક્સ્ટ્રા લીધા છે. હવે કહે છે ગરબા ગ્રાઉન્ડ પરની પાસ મળશે, પછી કહે છે QR કોડ તમારામાં આવશે એન્ટ્રી મળી જશે. એન્ટ્રી ના મળે તો શું કરવાનું? અમારા 22 જણનું ગ્રુપ છે, એક પણ વ્યક્તિનો પાસ આવ્યો નથી. તમે આટલું મોટું સંસ્થા લઈને બેઠા છો ને પછી આવું થોડું મેનેજમેન્ટ હોય.

પોલીસ મેનેજમેન્ટને બચાવે છે- સાર્થક પટેલ ખેલૈયા સાર્થક પટેલે જણાવ્યું હતું કે, પોલીસ મેનેજમેન્ટને બચાવે છે. કોઈને વાગ્યું નથી એવું ના કહેશો, ત્યાં ડોર અંદર બ્રેક થયેલો છે. કાચનો. 4થી પાંચ જણા ઇજાગ્રસ્ત થયા છે. અમને પાસ લેવા માટે બોલાવ્યા હતા પરંતુ અમને પાસ મળ્યા નથી, અમે હોબાળો મચાવે નથી આવ્યા પાસ લેવા માટે આવ્યા છીએ.

એક મહિલાએ જણાવ્યું હતું કે, અમને પાસ નથી મળ્યા અમને. ક્યુઆર કોડ નથી મળ્યા. એક માસીને વાગ્યું છે. કાચ તોડ્યો છે. 4થી 5 જણને વાગ્યું છે, એ અમારી સામે જોયેલું છે. પોલીસ એ લોકોને પ્રોટેક્ટ કરે છે. અમને પાસનું સોલ્યુશન આપો.

મળતી માહિતી પ્રમાણે zomato તરફથી પાસ કુરિયર કરવામાં મુશ્કેલી પડતા આજે 21 સપ્ટેમ્બર ના રોજ લોકોને પાસ લેવા માટે અલકાપુરી ક્લબ ખાતે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ઇન્ટરનેટ પ્રોબ્લેમને કારણે પાસ ઇચ્યુ થઈ શક્યા નહોતા. જેથી તાત્કાલિક જાહેરાત કરવામાં આવી હતી કે હવે ગ્રાઉન્ડ પરથી જ કયુ આર કોડના માધ્યમથી ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે.


Related Posts

Load more