રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, પંજાબ, ઝારખંડ સહિત 10 રાજ્યોના નવા રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલની નિમણૂક કરી છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ગુજરાતમાં વર્ષો સુધી સેવા આપીને નિવૃત થયેલા પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં રાજકીય અને શાસકીય ઈતિહાસમાં 4 મુખ્યમંત્રી અને 6 સરકારો સાથે કામ કરનારા પાવરફુલ અધિકારી કે.
કૈલાસનાથનનો ગત મહિને કાર્યકાળ પૂર્ણ થયો હતો અને 30 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને માનભેર વિદાય પણ આપી હતી.
કે. કૈલાસનાથને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલના પણ સલાહકાર તરીકે કામગીરી કરી ચૂક્યા છે. 1979 બેચના IAS અધિકારી કે. કૈલાશનાથન ગુજરાતની સૌથી શક્તિશાળી પદ સુધી પહોંચ્યા હતા. કે. કૈલાશનાથન 2006માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2013માં તેઓ નિવૃત્ત થયા હતા. જો કે તેમના કાર્યકાળને સતત 2024 સુધી એક્સટેંશન મળતું રહ્યું હતું.