ગાઝામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ જંગમાં મરનારાઓમાં પેલેન્સ્ટાઈન કે ઈઝરાયલના નાગરિકો જ નહીં, પણ વિદેશી નાગરિકો પણ સામેલ છે. ગાઝામાં ઈઝરાયલની સેના સતત હુમલાઓ કરી રહી છે. હમાસ પણ તેનો વળતો જવાબ આપી રહ્યો છે. હમાસના આ પ્રકારના ઓપરેશનમાં ભારતીય મૂળના સૈનિકનું પણ મોત નીપજ્યું છે.
12 નવેમ્બરે હમાસના લડાકૂઓએ જોલેટની સૈન્ય યૂનિટ પર એન્ટી ટેન્ક શેલ વડે હુમલો કર્યો હતો. જેમાં 3 આઈડીએફ સૈનિકોની સાથે સ્ટાફ સાર્જેટ ગેરી જોલેટનું મોત થયુ છે. સેનાએ આ ઓપરેશનમાં માર્યા ગયેલા સૈનિકોના મોત બાદ ઘટનાની તપાસ હાથ ધરી છે. મીડિયા અનુસાર, જોલેટ ગાઝા યુદ્ધમાં આઈડીએફની કેફિર બ્રિગ્રેડમાં 92મી બટાલિયનમાં તૈનાત હતા. તેમની બે બહેનો પણ ઈઝરાયલની સેનામાં સામેલ છે.
વેસ્ટ બેન્કમાં થઈ હતી હત્યા
જોલેટ સમુદાયના યહૂદી ભારતના મિઝોરમ અને મણિપુરમાંથી ઈઝરાયલ ગયા હતા. ગેરી જોલેટ 7 ઓક્ટોબર, 2023 બાદથી માર્યા ગયેલા બીજા ભારતીય મૂળના સૈનિક છે. ભારતીય મૂળનો સ્ટાફ સાર્જેટ ગેરી ગિદોન હંગલે એક ટ્રક ડ્રાઈવરે ટક્કર મારતાં 12 સપ્ટેમ્બરના વેસ્ટ બેન્કમાં મોત નીપજ્યું હતું.
ઈઝરાયલની સેનામાં પણ ભારતીય
મોટાભાગની લડાકૂ સેનામાં ‘બની મેનાશે’ ભારતીયો યહુદીઓનો એક સમુદાય છે. જે મોટાભાગના મણિપુર અને મિઝોરમમાંથી આવે છે. તિબેટ-બર્માનો આ સમુદાય યહુદીઓના વંશજ ઈઝરાયલના છે. બની મેનાશે ઈઝરાયલની 10 ગુમ જનજાતિઓ પૈકી એક છે.