ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં વાગી ગોળી

By: nationgujarat
20 Dec, 2025

ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ આજે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર રિકન્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મ કેસના આરોપી પર સેક્ટર 21 પીઆઈએ આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી છે. આરોપીને હાલ ગાંધીનર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શૌચક્રિયા માટે નીકળેલી બાળકી પર વિકૃત આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ

ગત 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી રાત્રે ઊંઘમાંથી જાગીને શૌચક્રિયા માટે જઈ રહી હતી, ત્યારે જ અંધારામાં છુપાયેલા એક હવસખોરે તેને ઝડપી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર કૃત્ય બાદ વિકૃત આરોપી બાળકીને તેના ઘર પાસે મૂકીને ભાગી ગયો હતો. ભયના માર્યા ગભરાયેલી બાળકી રડતાં રડતાં તેની દાદી પાસે પહોંચી હતી. માસૂમ બાળકી ડરને કારણે શું બન્યું તે કહી શકી નહોતી, પણ માત્ર એટલું જ કહ્યું કે, ‘ભૂત આવ્યું હતું’ અને ત્યાર બાદ તે જઈને સૂઈ ગઈ હતી. બાળકીના આ શબ્દોએ ઘટનાની ભયાનકતાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.


Related Posts

Load more