Related Posts
ગિફ્ટસિટી ક્લબમાં અમદાવાદનાં 2 જાણીતા CA વચ્ચે મારામારી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નેશનલ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કક્ષાનાં હોદ્દેદારોની હાજરીમાં જ બન્ને વચ્ચે મારામારી થઈ હતી. CA અમદાવાદ બ્રાંચના પૂર્વ હોદ્દેદાર બિશન રમેશચંદ્ર શાહ અને CA સેન્ટ્રલ કાઉન્સિલનાં સભ્ય પરષોત્તમ ખંડેલવાલ વચ્ચે મારામારી થવા પામી હતી. બિશન શાહે ગાંધીનગરનાં ડભોડા પોલીસ સ્ટેશનમાં પુરુષોત્તમ ખંડેલવાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. CA ની સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં મદદ ન કરવા બાબતે જૂની અદાવતમાં મારામારી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આક્ષેપિત પુરુષોત્તમ ખંડેલવાલે ફરિયાદીને ફરીથી જોઈ લેવાની અને માર મારવાની ધમકી આપી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.