અમદાવાદઃ ગુજરાતના દાહોદ જિલ્લામાં સામે આવ્યું મસમોટું જમીન કૌભાંડ. ખેતીલાયક જમીનને બિનખેતીની કરીને સરકારી વેબસાઈટ પર જ બિદાસ્ત કરવામાં આવતો હતો સોદો. ખેડૂત ન હોય તેવી વ્યક્તિ એટલેકે, બિનખેડૂત વ્યક્તિએ ખરીદી લીધી હતી ખેતીલાયક જમીન. આ જમીન તે વ્યક્તિને બિનખેતી કરીને આપવામાં આવી હતી, જોકે, સત્તાવાર રીતે આ જમીન ખેતીલાયક હતી. જેથી નિયમાનુસાર ખેતીલાયક જમીન ખેડૂત ખાતેદાર સિવાય કોઈપણ વ્યક્તિ ખરીદી શકે નહીં. તો સરકારી વેબસાઈટ પર કઈ રીતે કરવામાં આવ્યો આવી જમીનનો સોદો? કોની રહેમનજર હેઠળ ચાલે છે આ કૌભાંડ? મામલતદાર, એસડીએમ અને કલેક્ટર બધા ભરાયા. ગુજરાત હાઈકોર્ટે તમામ અધિકારીઓની જાટકણી કાઢી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું જો સરકારી કચેરીમાંથી કંઈ ખોટું થયું હોવાનું સામે આવશે તો કલેક્ટરની નોકરી જશે.
ગુજરાતના દાહોદ જિલ્લામાં ખેતીની જમીન મેળવવા બદલ નોટિસ ફટકારનારા મામલતદાર, એસડીએમ અને કલેકટર સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે, તમારી જ ઓફિસમાંથી ખોટું થયુ છે તો તમારા અધિકારીઓ સામે શું પગલા લીધા? સરકારના મહેસુલ વિભાગના પોર્ટલ પર જે જમીન બિનખેતી લાયક હોવાનું – સ્ટેટસ હોય તે ખરીદનાર સામે – તમે કેવી રીતે પગલા લઈ શકો? – તમારા અધિકારી સામે તમે શું ૮ પગલા લીધા? ખોટું સરકારી ઓફિસની વેબસાઈટ પર મુકવામા આવે લોકો શું તે મુજબ જમીન ખરીદે તો તમે તેના પર સવારી કરો છો? સરકારી અધિકારી સામે એફઆઇઆર કરી? આ કોઇ ભૂલ નથી મોટું કૌભાંડ છે. સરકારને ખુલાસો કરવા આદેશ કર્યો છે જો રેકોર્ડ નહી રજૂ કરી શકે તો તમારા અધિકારીની નોકરી જશે.દાહોદમાં રહેતા સુરેશચન્દ્ર શેઠ સામે મામલતદારે ખેડુત નહી હોવા છતા ખેતીલાયક જમીન ખરીદવા મામલે નોટિસ પાઠવી હતી. તેમના વતી એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી રજુઆત કરી હતી કે, મામલતદારે આપેલી નોટિસ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. સરકારે આજે પોતે સ્વીકાર્યુ હતુ કે આ નોટિસ ખોટી છે આવી નોટિસ આપી શકાય નહીં.સરકારના મહેસુલ વિભાગની પોર્ટલ પર જે જમીન ખેતીલાયક હોવાના સ્ટેટસ પર મુકવામાં આવી છે તે જ જમીન અરજદારે ખરીદી છે તો તેમની સામે નોટિસ કેવી રીતે કાઢી શકાય? મહેસુલ વિભાગમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તે સાબિત થઈ ગયુ છે.