ખેડૂતો માટે મહત્વના સમાચાર – માવઠાને કારણે થયેલ નુકશાનને લઇ સરકાર કયારે વળતર આપશે જાણી લો અપડેટ

By: nationgujarat
29 Oct, 2025

રાજયમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમા નુકશાની આવી છે. કયાક પાક નિષ્ફળ ગયો છે તો ક્યાંક લણણી માટે તૈયાર હતો અને વરસાદને કારણે પાક પલણી ગયો આમ રાજયમાં દરેક વિસ્તારમાં ખેડૂતોને પાકમાં નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા હોવાની સ્થિતિ સર્જાઇ છે. ખેડુતો સરકાર તરફથી રાહત પેકેજ જાહેર થાય તેવી આશા સેવી રહ્યા છે તો ખેડૂતો માટે આ સમાચાર કામના છે. કૃષી મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે માવઠાની નુકશાનીનો સર્વે સાત દિવસમાં પુર્ણ કરવામાં આવશે. સર્વે પુર્ણ થયા પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

કમોસમી વરસાદથી ખેડૂતોએ નુકશાન સામે આર્થિક સહાય સરકાર કરે તે માટે માંગ કરી છે ધારાસભ્યો અને સાંસદઓ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરવા ભલામણ કરતા પત્રની હોડ શરૂ કરી છે મુખ્યમંત્રીએ પણ મંત્રીઓને ગ્રાઉન્ડ ઝીરો પર જવા આદેશ આપ્યા હતા ખેડૂતો વચ્ચે જવા સુચના આપી હતી. આજે જ સરકારમાં પ્રવકતા તરીકે જાહેરાત થઇ છે તેવા જીતુ વાઘાણીએ આજે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી.

સોયાબીન,તુવેર,મગફળી સહિતના પાકોમા નુકશાન

પ્રવકતા મંત્રી અને કૃષી મંત્રીએ કહ્યુ કે સરકારે જુદા જુદા મંત્રીઓને અલગ અલગ વિસ્તારની જવાબદારી આપી છે તમામ જીલ્લામાં રિયાલ ટાઇમ મોનીટરીંગ થઇ રહ્યુ છે. સરકાર ખેડૂતોની પડખે છે દરેક ખેડૂતને યોગ્ય ન્યાય  અને મદદ મળે તેવા સરકારના પ્રયત્નો રહેશે. 5 જિલ્લામાં અતિભારે વરસાદ છે તેથી અધિકારીઓને આદેશ આપ્યા છે 7 દિવસમાં ટેકનોલોજીના માઘ્યમથી સર્વે પુર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.


Related Posts

Load more