ક્યાંક ભૂવો પડ્યો, ક્યાંક રસ્તા બંધ… ગુજરાતના 107 તાલુકામાં મેઘમહેર, 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

By: Nation Gujarat Team
02 Jul, 2026

All Gujarat Rain and Weather Updates : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભલે મેઘરાજાની મોડી પધરામણી થઇ પણ ગઇકાલે લગભગ 107 તાલુકામાં મેઘમહેર નોંધાતા ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. જોકે સૌથી વધુ વરસાદ ગુજરાતના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ કૃપા વરસાવી હતી.

જૂનાગઢ પર મેઘરાજા મનમૂકીને વરસ્યા

જૂનાગઢમાં પણ આજે સવારના બે કલાકમાં જ વંથલીમાં 1.73 ઈંચ વરસાદ સિવાય જૂનાગઢ તાલુકામાં 0.83 અને જૂનાગઢ સિટીમાં 0.83 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સુરતના પલસાણામાં આજે સવારના બે કલાકમાં અડધો ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે જામનગરના જોડિયામાં એક જેટલો વરસાદ થવા આવ્યો છે.

2 Jul 2026 | 10:00 AM

આજે પણ હવામાન વિભાગની આગાહી

આજે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓથી લઇને અમદાવાદ સુધીમાં વરસાદની આગાહી કરી છે. કુલ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો બે જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

2 Jul 2026 | 09:10 AM

2 કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો ગીર સોમનાથમાં

મેઘરાજાએ ધોધમાર બેટિંગ યથાવત્ રાખતા આજે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર બે કલાકના ગાળામાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે કોડીનારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ જૂનાગઢ જિલ્લામાં પણ વંથલી તાલુકામાં 1.73 ઈંચ જેટલી મેઘમહેર સવારના બે કલાકના ગાળામાં જોવા મળી હતી. જેના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

સુરત-વલસાડના અનેક તાલુકામાં સરેરાશ 7 ઈંચ જેટલો વરસાદ

સુરત અને વલસાડના વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 7.99 ઈંચ, બારડોલીમાં 7.76 ઈંચ, મહુવામાં 7.52 ઈંચ, અંબિકામાં 6.46 ઈંચ, ઉમરપાડામાં 4.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ઉમરગામમાં 7.72 ઈંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બંધે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


Related Posts

Load more