કેમરન ગ્રીન IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, પૃથ્વી શૉ, સરફરાઝ પછી રચિન રવિન્દ્ર પણ અનસોલ્ડ

By: nationgujarat
16 Dec, 2025

IPL auction live updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે આજે ખેલાડીઓનું મિનિ ઓક્શન આયોજિત કરાયું હતું. અબુધાબીમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમોએ ભાગ લીધો. આજની હરાજી માટે કુલ 369 ખેલાડીઓની યાદી તૈયારી કરાઈ હતી. જેમાંથી 77 ખેલાડીઓને પસંદ કરાશે.

તમામ અપડેટ્સ લાઈવ: 

  • દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને મુંબઈ ઇન્ડિયન્સે બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • ઈગ્લેંડના વિકેટકીપર-બેટ્સમેન બેન ડકેટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડમાં ખરીદ્યો
  • ન્યુઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ફિન એલનને કોલકાતા નાઈટ રાઇડર્સે 2 કરોડમાં ખરીદ્યો
  • શ્રીલંકાના સ્પિનર હસરંગાને લખનઉ સુપર જાયન્ટસે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • પૃથ્વી શૉ, સરફરાઝ ખાન પછી, રચિન રવિન્દ્ર પણ અનસોલ્ડ રહ્યો
  • કેમરન ગ્રીન : કોલકાતા નાઈટ રાઈડર્સે ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
  • ડેવિડ મિલર : દિલ્હી કેપિટલ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • પૃથ્વી શૉ : અનસોલ્ડ, બે કરોડ રૂપિયા બેઝ પ્રાઈસ હતી
  • ગઈ વખતે રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી હતો

કેમરન ગ્રીનને 18 કરોડ રૂપિયા જ મળશે

KKRએ કેમરન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોય પણ તેને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે બાકીના 7.20 કરોડ રૂપિયા BCCIના વેલ્ફેર ફંડ જમા કરાવવામાં આવશે. તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તો અત્યાર સુધીના IPL ઓક્શનમાં ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે.

IPLના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી મોંઘી બોલી રિષભ પંત માટે લાગી હતી. ગઈ વખતે હરાજીમાં લખનૌની ટીમે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL ઓક્શન માટે 10 ટીમ પાસે મળીને કુલ 237.55 કરોડ રૂપિયા છે. સૌથી વધુ રકમ KKR તો સૌથી ઓછી રકમ MI પાસે છે.


Related Posts

Load more