કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૩મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.

By: nationgujarat
13 Nov, 2024

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૩મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજને પારણિયામાં ઝુલાવીને ઉત્સવ કરવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના સંતો – ભક્તોએ નકોરડો ઉપવાસ કરીને આ ઉત્સવની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ કારતક સુદ એકાદશીના પર્વ અંગે જણાવ્યું હતું કે,સંવત્‌ ૧૮૫૮માં કાર્તિક સુદ એકાદશી તા. ૧૬-૧૧-૧૮૦૧ દિવસે સોમવારે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાના સંપ્રદાયની ધર્મધૂરા સોંપી. આ સમયે સહજાનંદરવામીની ઉંમર માત્ર ર૦ વર્ષ, ૭ માસ અને ર દિવસની હતી. આ પ્રસંગે સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યાં. (૧) તમારા ભક્તને એક વીંછીનું દુઃખ થવાનું હોય તેને બદલે એ દુઃખ રૂંવાડે-રૂંવાડે અમને થાઓ પણ તમારા ભક્તને ન થાઓ. (૨) તમારા ભક્તને કર્મમાં રામપત્તર આવવાનું લખ્યું હોય તો તે રામપત્તર અમને આવે, પણ તમારો ભક્ત અન્ન, વસ્ત્રે દુઃખી ન થાય.

ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ આશ્રિત બને છે. સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે તે સૌ કોઈ આર્થિક રીતે અને શારીરીક રીતે સુખી સંપન્ન બને છે. તેવા આશીર્વાદ છે. તેથી આપણે નિત્ય સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો જોઈએ.


Related Posts

Load more