તા. ૧૫ માર્ચને રવિવારના રોજ સવારે ૧૦ – ૦૦ થી ૧૨ – ૦૦ વાગ્યા સુધી સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે ભારત વિકાસ પરિષદ – પાલડીના સહયોગથી નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં નિઃશુલ્ક કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, વ્હિલચેર, કેલીપર્સ, ઘોડી-વોકીંગ સ્ટીકસનું વિતરણ કરવામાં આવશે.
આ કેમ્પ અંગે કુમકુમ મંદિરના મોટીવેશન સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, કેમ્પમાં લાભાર્થી માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે. કેમ્પમાં ભાગ લેનાર દિવ્યાંગનું માપ આ દિવસે લેવામાં આવશે અને ત્યારબાદ કુમકુમ મંદિરથી ૧૫ દિવસમાં સાધન આપવામાં આવશે.
લાભ લેનારે ચંદ્રેશભાઈ ગાંધી મો.૯૮૨૪૨૫૪૨૫૪, શ્રી કિશોરભાઈ ગણાત્રા. મો. ૯૮૨૫૦૭૪૨૯૧ ને નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.
દિવ્યાંગ લાભાર્થીઓએ સાથે આટલા પુરવા લઈને આવવા વિનંતી છે. વિકલાંગતા દર્શાવતો 4×6 ઈંચનો ફોટો, આધારકાર્ડ, સીવીલ સર્જન દ્વારા અપાયેલ વિકલાંગતાનું પ્રમાણપત્ર.
દિવ્યાંગ માણસો સિવાય પણ દરેક માણસો માટે પણ કુમકુમ મંદિર દ્વારા કોઈપણ પ્રકારના બ્લડ ટેસ્ટ, એક્ષ – રે, સોનોગ્રાફી, એમ.આર.આઈ, દરેક ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરોની તપાસ આદિ ૨૦ થી ૫૦ ટકાના રાહત દરે તા. ૧૫ માર્ચ સુધી કરાવવાની વ્યવસ્થા પણ ગોઠવી આપવામાં આવશે.