કમલમ’માં જોવા જેવી થઈ! શપથ ગ્રહણ સમયે હાર્દિક સહિતના ધારાસભ્યોને બેસવા સીટ જ ના મળી

By: Nation Gujarat Team
04 Oct, 2025

ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ કાર્યાલય કમલમ’ ખાતે તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એવી સ્થિતિનું નિર્માણ થયું કે ધારાસભ્યોને ઉભા રહેવાનો વારો આવ્યો. વાત જાણે એમ છે કે આજે કમલમમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્યો જોડાયા હતા. પરંતુ પ્રદેશ કાર્યાલય ખાતે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પક્ષના ધારાસભ્યોને બેસવા માટે પૂરતી બેઠકો મળી ન હતી, અને તેના કારણે કેટલાંક ધારાસભ્યોને ઊભા રહેવાનો વારો આવ્યો હતોઆ ઘટનાએ પક્ષના આંતરિક આયોજન અને પ્રોટોકોલની વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય રીતે, પ્રદેશ કાર્યાલય ખાતેના સત્તાવાર કાર્યક્રમોમાં ધારાસભ્યો અને અન્ય મહત્ત્વના પદાધિકારીઓ માટે બેઠક વ્યવસ્થા નિશ્ચિત અને અનામત રાખવામાં આવતી હોય છે. પરંતુ આ પ્રસંગે, કાર્યકર્તાઓમાં ઉત્સાહના અતિરેકને કારણે કે પછી આયોજનમાં કોઈ ખામી રહી જવાને લીધે, ધારાસભ્યોને તેમની અપેક્ષિત બેઠકો મળી શકી નહોતી

 

મળતી માહિતી અનુસાર, ‘કમલમ’માં આજે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અપેક્ષા કરતાં વધુ લોકોની હાજરી જોવા મળી હતી. શપથ ગ્રહણ સમારોહ માટેની વ્યવસ્થામાં ધારાસભ્યો માટે આરક્ષિત જગ્યાઓ પર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ બેસી ગયા હતા. ધારાસભ્યો જ્યારે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, ત્યારે તેમને બેસવા માટેની સીટો ભરાયેલી જોવા મળી હતી. ગણમાન્ય વ્યક્તિત્વો અને જનપ્રતિનિધિઓ હોવા છતાં તેમને બેઠક વ્યવસ્થામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે કેટલાક ધારાસભ્યોને કાર્યક્રમ દરમિયાન ઊભા રહીને સમારોહ નિહાળવો પડ્યો હતો.

વ્યવસ્થા સામે સવાલો
આ ઘટનાએ પક્ષના આંતરિક આયોજન અને વ્યવસ્થાપન સામે સવાલો ઊભા કર્યા છે. સામાન્ય રીતે આવા મોટા અને મહત્વના કાર્યક્રમોમાં ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો માટે અલગથી અને પૂરતી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. જોકે, આ કિસ્સામાં કાર્યકર્તાઓ દ્વારા આરક્ષિત જગ્યાઓ પર બેસી જવાના કારણે વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી. આ સમગ્ર મામલે કેટલાક ધારાસભ્યોમાં અસંતોષની લાગણી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, કેમ કે તેમને તેમના જ પક્ષના કાર્યાલયમાં અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના નેતૃત્વ દ્વારા આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આયોજનમાં વધુ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે.


Related Posts

Load more