ઉમરાળા પંથકમાં ખાણ ખનીજ વિભાગની રેડ: ટ્રક-JCB સાથે ચાર શખ્સો ઝડપાયા

By: Nation Gujarat Team
02 Dec, 2025

ભાવનગર : ઉમરાળા તાલુકામાંથી પસાર થતી કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર થતા રેતીના ખનનને પગલે ભૂસ્તરશાસ્ત્રી વિભાગ દ્વારા મળેલી માહિતીને લઈને LCB પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં બે સ્થળો પરથી વાહનો સાથે ખનન ચોરી કરતા શખ્સો ઝડપાયા હતા. પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસર કાર્યવાહી કરી છે.

ભાવનગર LCB પોલીસના ભૂસ્તરશાસ્ત્રી વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા માહિતી મળી હતી કે ઉમરાળા તાલુકાના તરપાળા તેમજ વાંગધ્રા ગામની વચ્ચે આવેલી કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને પગલે પોલીસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે રેડ કરતા ચાર શખ્સો અને વાહનો ઝડપાઈ ગયા હતા.

ભાવનગર LCB પોલીસ વિભાગના અધિકારીને સાથે રાખીને ખોદકામવાળા વિસ્તારની માપણી કરતા કુલ 4178 મેટ્રિક્સ સાદી રેતી ખનીજનું ખોદકામ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે કિંમત મેટ્રિક ટન 240 રૂપિયા લેખે 10,02,720 અને પર્યાવરણીય વળતર પેટે મેટ્રિક ટન 41 ટકા લેખે 4,11,115 મળી કુલ 14,13,835 મુજબ વસુલાત કરવા સાથે કુલ મુદ્દામાલ, 2 જેસીબી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિમાં 4 શખ્સો પકડાયા હતા. આ સાથે પોલીસે એક ડંફર, એક લોડર સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

ભાવનગર LCB પોલીસે સ્થળ ઉપર રેડ કરતા વાંગધ્રા ગામનો રહેવાસી ગીરીરાજસિંહ ગોહિલ, વાસુદેવ પુકારભાઈ શાહની રાજસ્થણી ગામનો રહેવાસી, તરપાળા ગામનો રહેવાસી હરેશ આંબાભાઈ પરમાર અને વાંગધ્રા ગામના રહેવાસી મેહુલ મુકેશભાઈ સોલંકીને ઝડપી લીધા છે. જો કે પોલીસે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related Posts

Load more