Indonesia Earthquack News : ઇન્ડોનેશિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 7.7 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આ આંચકા બાદ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તુરંત જ સુનામીની ચેતવણી (Tsunami Alert) જાહેર કરવામાં આવી છે. ભૂકંપ બાદ પણ ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો હતો અને સતત આફ્ટરશોક્સ નોંધાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.