આ સમાચાર વાંચ્યા કે નહીં! લોકોને બપોરે બહાર ના નીકળવા અપીલ, આવી કરાઈ છે ભયાનક આગાહી

By: nationgujarat
22 Mar, 2024

જરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાં તો 5 દિવસ હિટવેવની આગાહી કરાઈ છે. રાજકોટ કોર્પોરેશને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બિનજરૂરી બહાર ના નીકળવા અને સતત પ્રવાહીનું સેવન કરવાની લોકોને અપીલ કરાઈ છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, ડાંગ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ અમરેલી, જુનાગઢ 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, દાહોદ, ગીર સોમનાથ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.જરાતના કેટલાક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહીને કમોસમી વરસાદ એન્ટ્રી કરી શકે છે. ગુરૂવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે.


Related Posts

Load more