Surat suspicious ghee: ડાયમંડ સિટી સુરતમાં (Surat) લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેજિટેબલ ઓઈલનું ભેળસેળયુક્ત નકલી ઘી (Fake Ghee) બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. પાલિકાના આરોગ્ય વિભાગ (Health Department) અને પોલીસની સંયુક્ત કામગીરીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉત્રાણ સ્થિત રંગોલી ચોકડી નજીક આવેલ અવસર પ્લાઝા (Avsar Plaza) ની દુકાન નંબર 106 અને 107માં ‘ટાટા ડેરી પ્રોડક્ટ’ (Tata Dairy Product) ના નામે એક ફેક્ટરી ચાલતી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, અહીં નિહાર ભરતભાઈ માવલિયા નામના શખ્સ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને નકલી ઘીનું ઉત્પાદન (Production) કરવામાં આવતું હતું.
આ ફેક્ટરીમાં બે અલગ-અલગ બ્રાન્ડના નામે પેકિંગ કરીને નકલી માલ બજારમાં વેચવામાં આવતો હતો. જેમાં શ્રી સહજાનંદ ગાય ઘી (Shree Sahajanand Cow Ghee) અને શ્રી ગજાનંદ ગાય ઘી (Shree Gajanand Cow Ghee)ના નામે વેચાણ કરવામાં આવતું હતું.
આરોપીઓ દ્વારા શુદ્ધ ઘી કહીને લોકોને નકલી જથ્થો પધરાવી દેવામાં આવતો હતો. સ્થળ પરથી પોલીસ અને ફૂડ વિભાગને (Food Department) મોટા પ્રમાણમાં પામ તેલના (Palm Oil) ડબ્બા મળી આવ્યા છે, જેનો ઉપયોગ ઘીમાં ભેળસેળ કરવા માટે થતો હતો.
દરોડા દરમિયાન તંત્ર દ્વારા નીચે મુજબની ચીજવસ્તુઓ જપ્ત (Seized) કરવામાં આવી છે, 582.02 લીટર શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો, ઘી બનાવવા માટે વપરાતી મશીનરી (Machinery), ભેળસેળ માટે રાખેલ પામ તેલના ડબ્બા સહિત 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પાલિકાના ફૂડ વિભાગે સ્થળ પરથી ઘીના નમૂના (Samples) લીધા છે અને તેને તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી (Public Health Laboratory) ખાતે મોકલી આપ્યા છે. હાલમાં ઉત્રાણ પોલીસે (Utran Police) જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. લેબોરેટરીનો રિપોર્ટ (Report) આવ્યા બાદ જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.