આયારામ ગયા રામ: ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા વડોદરાના નેતાનો 24 કલાકમાં જ થયો મોહભંગ, ફરી ધારણ કર્યો કેસરીયો

By: Nation Gujarat Team
09 Apr, 2026

Vadodara News: વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. રાયકા ગામના નિવાસી અને જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડે પક્ષપલટાની એવી પલટી મારી કે, બંને મુખ્ય પક્ષોના નેતાઓ પણ અચંબિત થઈ ગયા. ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા કિરણસિંહનો માત્ર એક જ દિવસમાં મોહભંગ થયો અને ઘર વાપસી કરીને પુનઃ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.

શું હતો સમગ્ર મામલો?

વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં સક્રિય હતા. જોકે, તાજેતરમાં કોંગ્રેસના અગ્રણીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. આરોપ છે કે, કોંગ્રેસ દ્વારા તેમને અનેક પ્રકારની લોભામણી લાલચો, વચનો અને મોટા વાયદાઓ આપવામાં આવ્યા હતા. આ લાલચમાં આવીને કિરણસિંહે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.


Related Posts

Load more