આજે ફરી મળી બ્લાસ્ટની ધમકી, ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પરિસર કરાવ્યું ખાલી

By: Nation Gujarat Team
05 Mar, 2026
કચ્છ: આજે ફરીથી ઇમેઇલ મારફતે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. આજે પાંચમી માર્ચના રોજ ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. આ ધમકી મળતાની સાથે સંપૂર્ણ કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે. આ ધમકી મળતા પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આજે કચ્છ જિલ્લાની મુખ્ય કોર્ટ ભુજ કોર્ટને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. આ ઇમેઇલમાં ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે તાત્કાલિક આખું કોર્ટ પરિસર ખાલી કરી દેવામાં આવ્યું હતું. આજે ગુરુવારે સવારના સમયે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તમામ કોર્ટના વકીલો અને અન્ય સ્ટાફ સહિત સામાન્ય જનતાને કોર્ટમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા. અચાનક આવી કાર્યવાહીને કારણે થોડા સમય માટે તો અફરાતફરીનો માહોલ છવાયો હતો.

Related Posts

Load more