આજે ગુરુ પૂર્ણિમા પર આ 4 પ્રભાવશાળી ઉપાયો અજમાવી જુઓ, કરજમાંથી મુક્તિ મળશે,

By: Nation Gujarat Team
29 Jul, 2026

આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. અષાઢ સુદ પુર્ણિમાનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. આ પર્વનું સનાતન ધર્મમાં એક આગવું મહત્વ છે. આ પર્વ પર ગુરુઓનું ધ્યાન ધરવું જોઈએ અને તેમને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન ગણવામાં આવે છે. આવામાં જો ગુરુઓને સમર્પિત પર્વ ગુરુ પૂર્ણિમા પર કેટલાક વિશેષ ઉપાય કરીએ તો લાભના રસ્તા ખુલી શકે છે.

ગુરુ પૂર્ણિમા પર જો તમે ગુરુઓને પ્રણામ કરીને તેમને કઈક ભેટ આપો તથા તેમના આશીર્વાદ લો તો જીવનમાં બાધાઓનો જલદી અંત આવી શકે છે. આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેને ગુરુ પૂર્ણિમા પર અજમાવવાથી ગુરુની કૃપા જીવનમાં રહેશે અને કરજમાંથી મુક્તિ પણ મળી શકે છે.

ધન માટેના ઉપાય
ગુરુ પૂર્ણિમા પર 11 કોડીઓને હળદરથી તિલક કરીને માતા લક્ષ્મીને અર્પણ કરો. હવે બીજા દિવસે સવારની પૂજા બાદ આ કોડીઓને એક લાલ કપડાંમાં બાંધીને તિજોરીમાં રાખો. હવે આજથી દર પૂર્ણિમાની તિથીએ આ કોડીઓને તમારી તિજોરીમાંથી કાઢો અને પછી આ વિધિ દોહરાવો. ઘરમાં ક્યારેય ધનની કઈ કમી નહી થાય.

બિઝનેસમાં વિસ્તાર
ગુરુ પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને ચંદનનું તિલક કરો. ચંદનની સુગંધવાળી ધૂપબત્તી પ્રગટાવો અને ભગવાનને બિઝનેસમાં વિસ્તાર માટે મનોમન પ્રાર્થના કરો. આ સરળ ઉપાય અતિ શુભ પરિણામ લાવી શકે છે. એક કાચુ નારિયેળ લો અને તેના પર હળદરથી શ્રી લખીને મંદિરમાં દાન કરો. આ એક ઉપાય અજમાવવાથી બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે.

કરજમાંથી મુક્તિનો ઉપાય
ગુરુ પૂર્ણિમા પર સાંજનાસમયે ઘરમાં એક પૂજા સ્થળ પર ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી નારાયણના મંત્રને 11વાર જાપ કરો. આ મંત્ર છે ऊँ नमो भगवते नारायणाय. ગુરુ પૂર્ણિમા પર અજમાવવામાં આવેલા આ એક ઉપાયથી કરજનો બોજો ઘટવા લાગશે.

આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો ઉપાય
ગુરુ પૂર્ણિમા પર સ્નાન બાદ  તુલસીના છોડમાં પાણી ચડાવો અને સત્યનારાયણ  ભગવાનનું ધ્યાન ધરીને તેમને પ્રસન્ન કરો. તુલસીની ભીની માટીથી પરિવારજનોને તિલક કરો. આ ઉપાય કરવાથી પરિવારનો સાથ મળશે. પૂજા સમયે થોડું ઘી અને કંકુ ભેળવી લો અને ઘરના મંદિરમાં ડાબી અને જમણી બાજુ સ્વસ્તિકનું નિશાન બનાવો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે તથા સકારાત્મકતા જળવાશે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. વિવિધ ક્ષેત્રો, સમુદાયો, અને પરંપરાઓ મુજબ વ્રત તહેવારોની તિથિ, પૂજા વિધિ અને માન્યતાઓમાં અંતર શક્ય છે. વાંચકો તેને સામાન્ય ધાર્મિક જાણકારી તરીકે જુએ. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more