ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિકાસકાર્યો માટે વધારાની જોગવાઈ થવાની આશા છે.
બપોરના 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે. ત્યાર બાદ લગભગ 1 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે. ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, MSME સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવશે. સભ્યો દ્વારા પ્રજાસંબંધિત મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ થવાની શક્યતા છે.
ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિકાસકાર્યો માટે વધારાની જોગવાઈ થવાની આશા છે.
કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી જાહેરાત થઈ શકે વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને હોટેલ-ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય જોગવાઈઓ થઈ શકે છે. રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ કરવા અને રોકાણ આકર્ષવા માટે વિશેષ યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે.
સત્ર દરમિયાન વધારાના ખર્ચ તથા પૂરક ખર્ચના પત્રકો પણ ગૃહમાં રજૂ થશે. સરકાર તરફથી આવક-જાવકના અંદાજ, નવી યોજનાઓ, વિકાસલક્ષી પ્રોજેક્ટ અને કલ્યાણકારી પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.
રાજ્યના વિકાસને ગતિ આપવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, કૃષિ અને સામાજિક ક્ષેત્રમાં વધારાના ફાળવણી અંગે બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાતો થવાની સંભાવના છે. હવે સૌની નજર આ બજેટ પર છે કે સરકાર કયા ક્ષેત્રને કેટલું પ્રાધાન્ય આપે છે.
નોંધનીય છે કે, 2015-16માં બજેટ 1,37,667 કરોડ કરોડ હતું, જે 2025-26 સુધીમાં 166% વધીને 3.70 લાખ કરોડ થયું હતું. આમ, 10 વર્ષમાં બજેટમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો
રૂપિયો આ રીતે આવે છે અને પછી ખર્ચે છે રૂપિયો ક્યાંથી આવશે, એટલે કે આવકના સ્ત્રોત કયા કયા છે? જાહેર દેવું(બેંકો અને વિદેશમાંથી મળતી લોન), બિન કર આવક એટલે કે ડિવિડન્ડ અને સરકારી કંપની દ્વારા થતા નફા સહિતની આવકનો સમાવેશ થાય છે. સરકાર 1 રૂપિયાને અલગ અલગ ખર્ચમાં વહેંચતી હોય છે, એટલે કે રૂપિયો ક્યાં જશે?. જેમાં જાહેર દેવાની ચુકવણી, કુલ ચોખ્ખી લેવડદેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન, લોન અને એડવાન્સ એટલે કે સરકારે લીધેલી લોનની તથા એડવાન્સ કરવામાં આવતી ચુકવણી. વિકાસલક્ષી ખર્ચ અને બિનવિકાસલક્ષી ખર્ચ. આમ, પાંચ ભાગમાં રૂપિયાને વહેંચવામાં આવે છે.