સોમવારે ગુજરાતના 60 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદમાં વીજળી પડતા રાજ્યમા બે લોકોના મોત નિપજ્યા છે. તો એકનું વીજળી પડતા તો અન્ય એકનું કાચું મકાન પડતાં મોત થયું છે. અરવલ્લીમાં માલપુરના જીતપુર ગામે વીજળી પડતાં બાઈક પર જતા ખેડૂતનું મોત થયું, તો હિંમતનગરના આગીયોલમાં કાચું ઘર પડતાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે. 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે.
ગરમીનો પ્રકોપ યથાવત
રાજ્યના 60 તાલુકામાં વરસાદ બાદ પણ કાળઝાળ ગરમીનો માહોલ યથાવત છે. સોમવારે વરસાદ છતાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન ડીસામાં નોધાઈ હતી. ડીસા બાદ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.4 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 42 સુરેન્દ્રનગરમાં, 42.3 ડીગ્રી તાપમાન રહ્યુ. આમ, રાજ્યના ચાર જિલ્લાઓમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ હતુ. જોકે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ભારે પવન સાથે વંટોળની સ્થિતિ બનતા અમદાવાદમાં 9 ઝાડ ધરાસાયી થયા હતા. તો શહેરના જુદી જુદી જગ્યાએ વીજ મીટરમાં આગની ઘટના બની હતી.
14 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર
15 મેએ ક્યાં વરસાદની આગાહી
અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
16 મેએ ક્યાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
અમદાવાદમાં પણ આવશે વરસાદ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.