આજથી મિથુન સહિત 4 રાશિઓ સાવધાન…અસહ્ય ખર્ચા, ઓફિસ પોલિટિક્સનો બનશો ભોગ! ભારે ઉથલપાથલના યોગ

By: Nation Gujarat Team
07 Jul, 2026

જ્યોતિષ શાસ્ત્રમાં બુધનું ગોચર  ખુબ જ વિશેષ ગણાય છે. બુધનું મિથુન રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલનારું રહેશે. જ્યારે કેટલીક રાશિઓ માટે ખુબ સાવધાની વર્તવા જેવું રહેશે. બુધના આ ગોચરને કરાણે આ રાશિઓએ વાણી, ધન, સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જાણો બુધના ગોચરથી કોણે સાવધાન રહેવું પડશે.

વૃષભ રાશિ

  • બુધનું ગોચર વૃષભ  રાશિથી દ્વિતિય ( ધન અને વાણી) ભાવમાં થશે.
  • જો કે વૃષભ એ બુધની મિત્ર રાશિમાં ગણાય છે પરંતુ આમ છતાં કેટલાક મામલાઓમાં તમારે સાવધાન રહેવું પડશે.
  • તમારી વાણીમાં થોડી કટુતા કે તોછડાઈ વધી શકે છે. જેનાથી પરિવારના સભ્યો કે સહકર્મીઓ સાથે ગેરસમજ થવાની શક્યતા રહી શકે છે.
  • સમજ્યા વિચાર્યા વગર કરેલા રોકાણથી નુકસાન થઈ શકે છે.
  • આ સમયમાં કોઈને ઉધાર આપવાથી બચવું નહીં તો પૈસા ફસાઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

  • વૃશ્ચિક રાશિથી અષ્ટમ ભાવ (ગુપ્ત રોગ, આયુષ્ય કે સંકટ) ભાવમાં બુધનું ગોચર થઈ રહ્યું છે.
  • કાર્યક્ષેત્રે અચાનક અડચણ આવી શકે છે.
  • તમારા વિરોધી સક્રિય થઈ શકે છે. આથી ઓફિસ રાજકારણથી દૂર રહેવું.
  • સ્વાસ્થ્ય અંગે બેદરકારી ભારે પડી શકે છે. ખાસ કરીને ત્વચા કે પેટ સંબંધિત મુશ્કેલીઓ પરેશાન કરી શકે છે.
  •  ધનના મામલે મોટું જોખમ ન  લેવું.

ધનુ રાશિ

  • બુધનું ગોચર તમારી રાશિથી સપ્તમ (વિવાહ કે ભાગીદારી) ભાવમાં થઈ રહ્યું છે.
  • જીવનસાથી સાથે વૈચારિક મતભેદ વધી શકે છે.
  • નાની નાની વાતો પર દલીલોમાં ઉતરવાથી બચવું. નહીં તો સંબંધ બગડી શકે છે.
  • જો તમે ભાગીદારીમાં ધંધો કરતા હોવ તો તમારા પાર્ટનર સાથે પારદર્શકતા રાખો.
  • કોઈ પણ નવો કરાર સાઈન કરતા પહેલા દસ્તાવેજોને સારી રીતે વાંચી લો.

મીન રાશિ

  • બુધ તમારી રાશિથી ચતુર્થ (સુખ, માતા કે વાહન) ભાવમાં ગોચ કરવા જઈ રહ્યા છે.
  • ઘરેલુ સુખ સુવિધાઓમાં કઈક કમી મહેસૂસ થઈ શકે છે.
  • માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.
  • સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.
  • ઓફિસમાં કામનું દબાણ વધવાથી માનસિક તણાવ મહેસૂસ થઈ શકે છે.
  • જમીન કે વાહન સંબધિત મામલાઓમાં સાવધાની રાખવી અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરવો.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more