ટી-20 શ્રેણી 1-1થી ડ્રો થયા બાદ હવે આજ (રવિવાર)થી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. કેએલ રાહુલ વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. એઇડન માર્કરામ દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે. અહીં જાણો ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ, બંને ટીમોની ટીમ અને મેચના સમય સહિત બધી માહિતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પ્રથમ વનડે રમાશે. ODI શ્રેણીની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. બીજી અને ત્રીજી વનડે સાંજે 4.30 કલાકે શરૂ થશે. બીજી ODI મેચ 19 ડિસેમ્બરે ગકેબરહામાં અને ત્રીજી અને અંતિમ ODI મેચ 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.
તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની તમામ મેચો લાઈવ જોઈ શકો છો. જ્યારે મોબાઈલ પર મેચ જોનારા દર્શકો ડિઝનીપ્લસ હોટસ્ટાર પર તમામ મેચો ફ્રીમાં લાઈવ જોઈ શકશે. તમે ઈન્ડિયા અને આફ્રીકાની વનડે, ટેસ્ટનો લાઈવ સ્કોર ટીવી9 ગુજરાતી પર પણ જોઈ શકો છો.
વનડે શ્રેણી માટે ભારતીય ટીમ- રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને આકાશ દીપ.
ઓડીઆઈ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નાન્દ્રે બર્જર, ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહલાલી મપોંગવાના, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, તબરેજ શમ્સી, રાસ વૈન ડેરી ડુસેન, કાઈલ વેરીન અને લિઝાદ વિલિયમ્સ.
ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલની વાત કરીએ તો, 1લી ઓડિઆઈ 17 ડિસેમ્બરના રોજ જોહાનિસબર્ગમાં જ્યારે બીજી ODI- 19 ડિસેમ્બર ગકેબેરહામાં રમાશે, જ્યારે ત્રીજી ઓડિઆઈ 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.