અંબાલાલ પટેલે આગાહી અનુસાર, હવે કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમી વધારો જોવા મળશે. રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. ખાસ કરીને પાટણના સમી હારીજ, બનાસકાંઠા અને મહેસાણામાં ગરમીમાં ભારે વધારો થશે. બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં 39 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, જૂનાગઢમાં 40 ડિગ્રી તો પોરબંદર 36 ડિગ્રી સુધી તાપમાન જશે. રાજ્યમાં આગામી 20 એપ્રિલ સુધી ગરમીમાં વધારો જોવા મળશે. આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધશે.
અંબાલાલ પટેલની આગાહી છે કે, રાજ્યમાં ગરમી વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજ્યમાં ગરમી વધારો થયા બાદ 21 એપ્રિલ બાદ ગરમીમાં ઘટાડો થશે. 22 એપ્રિલની આસપાસ કોઈ કોઈ ભાગમાં વરસાદી છાંટા અને વાદળો છવાઈ શકે છે. જો કે, ચૂંટણીના દિવસે ગરમી માત્ર વધારો જોવા મળશે. ત્યારબાદ 26 એપ્રિલ બાદ ફરી ગરમીમાં વધારો થશે.