અમેરિકામાં 3 જગ્યાએ ગોળીબાર, 22 લોકોનાં મોત

By: nationgujarat
26 Oct, 2023

અમેરિકાના લ્યુઈસ્ટન, મેનના એક રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે સામૂહિક ગોળીબારમાં 22 લોકોના મોત થયા છે. લગભગ 60 ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક છે.

CNN અનુસાર, પોલીસે લોકોને બહાર ન નીકળવા માટે કહ્યું છે કારણ કે હુમલાખોર હજુ સુધી પકડાયો નથી. તે વિસ્તારમાં છુપાયો હોવાના સમાચાર છે.

હુમલાખોરે આવું શા માટે કર્યું તે જાણી શકાયું નથી. પરંતુ હુમલાખોરની તસવીર સામે આવી છે. તે ગોળીબાર કરતો અને હાથમાં પિસ્તોલ લઈને જતો જોવા મળે છે. તેનું નામ રોબર્ટ કાર્ડ હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર 3 જગ્યાએ ગોળીબાર થયો હતો. જેમાં એક રેસ્ટોરન્ટ પાસે અને બીજો વોલમાર્ટ સ્ટોર પાસે પણ ગોળીબાર થયો હતો. સામૂહિક ગોળીબારની આ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે લોકો પરિવાર અને મિત્રો સાથે હાજર હતા.

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફે તેના અધિકૃત ફેસબુક પેજ પર હુમલાખોરના બે ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું કે તે હજુ પણ ફરાર છે. સન જર્નલ અનુસાર, આ વ્યક્તિએ ત્રણ અલગ-અલગ કોમર્શિયલ સેન્ટરમાં ગોળીબાર કર્યો હતો. તેમાં સ્પેરટાઇમ રિક્રિએશન, સ્કીમનેઝ બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ સેન્ટરનો સમાવેશ થાય છે.

લ્યુઈસ્ટન એંડ્રોસ્કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને મેઈનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડની ઉત્તરે લગભગ 35 માઈલ (56 કિમી) દૂર છે.


Related Posts

Load more