હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં છૂટોછવાયો વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો. તો સાબરકાંઠાના તલોદમાં વરસ્યો 2 ઈંચ વરસાદ પડ્યો. આ ઉપરાંત કચ્છના ભૂજ, નખત્રાણામાં વરસ્યો 1 ઈંચ વરસાદ આવ્યો. રાજકોટના લોધિકામાં પણ વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. 5 તાલુકા સિવાય અન્ય તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ હતો. માત્ર 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. બાકીના ગુજરાતના અન્ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યોઆજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યના મોટાભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ આવશે. પરંતું બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે. તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. જંબુસર, રાજપીપલા, વડોદરા, પાદરામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ,અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં વરસાદની શક્યતા છે.