અમદાવાદ: વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડી! બોપલની સ્કૂલ વિવાદમાં

By: nationgujarat
08 Oct, 2025
અમદાવાદ: બોપલમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડવામાં આવતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. લેંગિન્સ પહેરીને સ્કૂલે આવતી વિદ્યાર્થિનીઓને રોકવામાં આવતી હોવાના આરોપ સાથે વાલીઓએ વિરોધ કર્યો છે. જ્યારે સ્કૂલ સંચાલકે તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં આવવું પડશે અને વાલીઓ સ્કૂલને લેંગિન્સ પહેરવા અંગે લેખિતમાં આપશે તો સ્કૂલ નિર્ણય લેશે.
બોપલ સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. વાલીઓનો આક્ષેપ કે, “સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓને સૂચના આપવામાં આવી છે. વાલીઓનો આરોપ છે કે, પ્રિન્સિપાલ રોજ વિદ્યાર્થીઓને રોકે છે. સ્કૂલમાં મચ્છર પણ છે વિદ્યાર્થીનીઓને ન કરડે એટલે અમે લેંગિન્સ પહેરાવીએ છીએ. વાલીઓએ આરોપ લગાવ્યો કે મેઈલ પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને જવા દે, જ્યારે મહિલા પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને ઊભા રાખે છે.એવો પણ આક્ષેપ છે કે, વિદ્યાર્થિનીઓને લેંગિન્સ નહીં પહેરીને આવવા માટે હેરેસમેન્ટ કરવામાં આવે છે. રિશેષમાં વિદ્યાર્થિનીઓ નીચે બેસે અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ પણ છે જેથી વિદ્યાર્થિનીઓ કહે છે કે, અમે લેંગિન્સ તો પહેરીશું જ. સ્કૂલવાળા અત્યાર સુધી લેંગિન્સ પહેરવા અલાઉ કર્યું અને હવે ના પાડે છે. લેંગિન્સ યુનિફોર્મનો પાર્ટ નથી જેથી તે ન પહેરી શકાય તેવું કહી હેરાન કરે છે. અમે ઓફિસમાં મેઈલ પણ કર્યો કે તમે લખીને આપો કે લેંગિન્સ અલાઉ નથી
વાલીએ કહ્યું કે, અમારી બેબીને અઠવાડિયા અગાઉ પણ ઊભી રાખી હતી અને અઠવાડિયાનો સમય આપ્યો હતો કે અઠવાડિયા પછી અમે સ્ટેપ લઈશું. બીજી બાજુ સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે કે, છેલ્લા 20 વર્ષમાં એક પણ વખત યુનિફોર્મમાં બદલાવ નથી લાવવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં આવવું પડશે. ઘણી વિદ્યાર્થિનીઓ અલગ અલગ કલરની લેંગિન્સ પહેરીને આવે છે તેની જગ્યાએ અમારી સલાહ છે કે વિદ્યાર્થિનીઓ ટૂંકા સ્કર્ટની જગ્યાએ લાંબા ફ્રોક પહેરીને આવે. છતાં જો વાલીઓ સ્કૂલને લેંગિન્સ પહેરવા અંગે લેખિતમાં આપશે તો સ્કૂલ ચોક્કસ નિર્ણય લેશે.

Related Posts

Load more