અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલના અમાનવીય વર્તનની મહિલાએ જણાવી આખી હકકીત,

By: nationgujarat
20 Dec, 2025

Gujarat Police : ખાખી વર્દી પર ડાઘ લાગે તેવી ઘટના આજે અમદાવાદમાં બની છે. અમદાવાદ પોલીસ કર્મચારીના મહિલા પ્રત્યેનું અમાનવીય વર્તન જોવા મળ્યું. વાતનું વતેસર થતા આખરે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્યારે જે મહિલા સાથે આ ઘટના બની તે મહિલાએ શું બન્યું હતું તે જણાવ્યું.

અમદાવાદના વાસણામાં વિસ્તારમાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા સાથે 19 ડિસેમ્બરના રોજ રાતે આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાને લઈને ભોગ બનનાર મહિલાએ z 24 કલાકને જણાવ્યું કે, સિગ્નલમાંથી મને બાજુમાં ઉભા રાખી પોલીસ કર્મચારીઓએ લાયસન્સ માંગ્યું હતું. લાયસન્સ કાઢવામાં સમય જતાં તોછડાઈ રીતે વાત કરી હતી. કાર્ડ કાઢવાનો ડેમો સ્વરૂપે પોલીસ કર્મચારીએ તેનું કાર્ડ કાઢી બતાવ્યું હતું. પરંતું પોલીસનું આઈ કાર્ડ પરત આપવા સમયે કાર્ડ નીચે પડતા તેઓ મારા પર ઉશ્કેરાયા હતા. આઈડી નીચે પડતાં પોલીસકર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવીને મારો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગ્યા હતા કે કાર્ડ ઉપાડીને આપ. ઉશ્કેરાયેલા કર્મચારીએ મારો હાથ પકડી વાહન પરથી નીચે ઉતારી હતી. બાદમાં તેઓએ મને લાફો માર્યો અને બાદમાં મારી સાથે રહેલ મિત્રએ વીડિયો શરૂ કરતાં બીજો લાફો માર્યો હતો.

સમગ્ર મામલો પાલડી પોલીસ સ્ટેશન મામલો પહોંચ્યો હતો. પાલડી પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ લેવા psi અને pi એ ના પાડી હોવાના આક્ષેપ મહિલાએ કર્યો છે. તેમજ ફરિયાદ ન કરવા ધમકી આપી હોવા અને જો ફરિયાદ કરશો તો તમારી સામે ફરિયાદ થશે તેવી પણ ધમકી આપી હોવાના મહિલાના આક્ષેપ છે.

તો બીજી તરફ, મીડિયામાં મામલો સામે આવ્યા બાદ આજે મહિલાને પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇએ ફરિયાદ આપ્યું હોય તો લઈશું તેવું બંસરી ઠક્કરે જણાવ્યું.

સમગ્ર ઘટના બાદ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા પર હાથ ઉપાડનાર પોલીસ કર્મચારીને અધિકારીએ સસ્પેન્ડ કરાયા છે. જોકે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવા મામલે તે કર્મચારી સસ્પેન્શન બાદ ફરી આવી હરકત નહીં કરે તેની જવાબદારી કોણ લેશે તે પણ સવાલ ઉઠાવ્યો છે. ભોગ બનનાર મહિલાએ અન્ય મહિલાને ધ્યાને રાખી સામે આવી અને સમગ્ર ઘટનામાં દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ કરી છે.

તો સમગ્ર ઘટના મામલે અમદાવાદ વેસ્ટ વિભાગના ટ્રાફિક ડીસીપી ભાવના પટેલે જણાવ્યું કે, સમગ્ર ઘટનામાં હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પણ મહિલાએ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હોવાનું અમારી સામે આવ્યું છે. મહિલાએ ટ્રાફિક સિગ્નલ તોડતા તેની સામે પણ પગલાં લેવાશે. આખી ઘટનામાં અમારા પોલીસ કોન્સ્ટેબલની પણ થોડી ઘણી ભૂલ તો છે જ.

રક્ષણ કરનારો ભક્ષક બન્યો 
અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા મહિલાને મારવાનો મામલે કોંગ્રેસે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, પોલીસ મહિલાને મારે ત્યારે ન્યાય કોની પાસે માગવા જવું. રક્ષણ કરનારો ભક્ષક બન્યો છે. કોંગ્રેસ પીડિત મહિલા સાથે ઉભી છે. કોંગ્રેસ પીડિત મહિલાને તમામ મદદ કરશે.


Related Posts

Load more