અમદાવાદ શહેરના રિજનલ પાસપોર્ટ કેન્દ્ર દ્વારા પાસપોર્ટ અરજદારો માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી પાસપોર્ટ સંબંધિત પૂછપરછ તથા દસ્તાવેજો જમા કરવાની પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવશે. રિઝનલ પાસપોર્ટ કેન્દ્ર, અમદાવાદના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી રોડ, ગુલબાઈ ટેકરા ખાતે આવેલા મુખ્ય પાસપોર્ટ કેન્દ્રમાં આવનાર અરજદારોની સુવિધા અને અરજીઓના ઝડપી નિકાલ માટે દર કાર્યદિવસે 100 ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. અરજદારો પોતાની અનુકૂળ તારીખ અને સમય માટે અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ કાર્યાલયમાં હાજર રહી શકશે.
ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ થઈ શકશે આ સિવાય પાસપોર્ટ અરજદારોને દર સોમવાર અને બુધવાર (રજાના દિવસો સિવાય) સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, કોઈપણ પ્રિ પ્લાન ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વગર પણ પૂછપરછ કરવા અથવા દસ્તાવેજો જમા કરવા માટે કાર્યાલયમાં આવવાની છૂટ આપવામાં આવી છે. જેથી અરજદારોને સરળતા રહેશે.
પાસપોર્ટ કેન્દ્રમાં હાજર થતા સમયે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો સાથે લાવવા જરૂરી અરજદારો પોતાની અરજીની સ્થિતિ અંગે ટેલિફોન નંબર 079-26300603 પર સંપર્ક કરી શકે છે. સાથે જ, rpo.ahmedabad@mea.gov.in પર ઈમેલ દ્વારા તથા X પર @rpoahmedabad હેન્ડલ મારફતે પણ માહિતી મેળવી શકાય છે. કાર્યાલય દ્વારા અરજદારોને સલાહ આપવામાં આવી છે કે, પાસપોર્ટ કેન્દ્રમાં હાજર થતા સમયે જરૂરી તમામ ઓરિજિનલ દસ્તાવેજો સાથે લાવવા જરૂરી છે.