અમદાવાદ: પાણીપુરીની લારીઓ પર લાગશે ક્યુઆર કોડ, કેમ AMCએ લીધો આ નિર્ણય?

By: Nation Gujarat Team
30 Apr, 2026
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરની સ્ટ્રીટ ફૂડની લારીઓ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો ફૂડની ગુણવત્તા અંગે સીધો જ પોતાનો પ્રતિસાદ એટલે કે ફિડબેક આપી શકશે.
પાણીપુરીની લારીઓથી થશે શરૂઆત

અમદાવાદમાં અંદાજે 1500થી વધુ પાણીપુરીની લારીઓ કાર્યરત છે. અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલ ટેસ્ટિંગમાં ‘અનસેફ’ જાહેર થયા હતા, જેને પગલે અનેક લારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને AMC દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ પાણીપુરીની લારીઓ પર આ QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય સ્ટ્રીટ ફૂડની લારીઓ પર પણ આ વ્યવસ્થા શરૂ કરાશે.
દરેક રજિસ્ટર્ડ લારી પર એક વિશિષ્ટ QR કોડ પ્રદર્શિત કરવામાં આવશે. ગ્રાહકો તેને સ્કેન કરીને ફૂડની ગુણવત્તા, સ્વચ્છતા અને પીરસવાની પદ્ધતિ વિશે પોતાનો અભિપ્રાય આપી શકશે. આ ડેટા સીધો કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે પહોંચશે, જેના આધારે જે-તે લારી ધારક સામે જરૂરી સૂચના અથવા કાર્યવાહી કરી શકાશે

એએમસીના ઇન્ચાર્જ એડિ. હેલ્થ ઓફિસર ડો. તેજશ શાહે જણાવ્યું કે, લોકો સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે. તો જાહેર જનતા આપણે ફીડબેક આપી શકે છે. જે તે જગ્યાએ પીરસવામાં આવતું ફૂડ કેવું છે. તેના માટે સિસ્ટમ ડેવલોપ કરી રહ્યા છે. ગુણવત્તા અને શુદ્ધી અંગે જાહેર જનતા ફીડબેક આપી શકે છે.

Related Posts

Load more