હિન્દુ સનાતન ધર્મના નવા વર્ષના દિવસે અમદાવાદીઓએ નગર દેવી માતાજીના દર્શના કર્યા. વહેલી સવારથી ભક્તોએ માતાજીના દર્શન કરવા અને આશિર્વાદ મેળવવા લાઇનો લાગી હતી. નવરાત્રી ના તહેવારમાં પણ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા છે. ભદ્રકાળી મંદિરની સ્થાપના અહેમદ શાહે કરી અંદાજે એક હજાર વર્ષથી દેવી ભદ્રકાળીમાતાદજી અમદાવાદમાં બિરાજમાન છે. કર્ણદેવે જ્યારે કર્ણાવતી મહાનગરની સ્થાપના કરી એ સાથે શહેરના મધ્યમાં ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. મોગલના સાશનમાં મંદિરને ઘણી વખત નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. મૂર્તિઓને પણ નુકશાન કરવામાં આવ્યુ હતું જેની સજા તેમને ભોગવવી પડી હતી આજે જે જગ્યાએ મંદિર છે તેની જગ્યા બદલવામાં આવી છે. આ મંદિર પહેલા માણેકચોક વિસ્તારમાં આવેલ હતું મોગલ દ્વારા જ્યારે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં સંતાડવામાં આવી હતી. ત્યાર બાદ બ્રિટશ રાજમા પેશ્વાઓએ મંદિરની સ્થાપના એજ જગ્યા પર કરી હતી જ્યા આજે મદિર છે.