Ahmedabad PG News : અમદાવાદમાં ઠેર ઠેર ચાલતા પીજીનો પ્રશ્ન હવે પેચીદો બની ગયો છે. ત્યારે હવે અમદાવાદમાં પીજી ચલાવવા માટે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન પીજી ચલાવનારા સંચાલકોએ કરવું પડશે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયજી પીજી અને મકાન માલિકો વચ્ચે અણબનાવ ચાલતા રહે છે. અમદાવાદ શહેરમાં પીજી અને મકાન માલિકો વચ્ચે ઘર્ષણના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પીજી ચલાવવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં આ નિયમોને અનુસારીને જ અમદાવાદમાં પીજી ચલાવી શકાશે અને તો જ એએમસી દ્વારા પીજી ચલાવવાની મંજૂરી મળશે.
શું છે પીજી ચલાવવાના નવા નિયમો
AMC દ્વારા PG ચલાવવા માટે નિયમો અને જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે, નીચે મુજબ છે.
અમદાવાદમાં બોયઝ કે ગર્લ્સ પીજી ચલાવવા માટે આ પ્રકારના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં નહિ આવે તો પીજીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. તેમજ પીજી બંધ કરાવવામાં પણ આવી શકે છે. પીજી ચલાવવા માટે એએમસીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખવું જરૂરી બન્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં 401 જેટલા PG ધમધમે છે અને તે પૈકી 385 પીજીને નોટિસ આપવામાં આવી છે. શહેરના ઉત્તર- પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિ મ ઝોનમાં સૌથી વધુ 358 PG આવેલા છે. જેમાં બોયઝ અને ગર્લ્સ પીજી બંને સામેલ છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં મોટાભાગના કિસ્સામાં PG ચલાવવા માટે મંજૂરી મેળવવામાં આવતી ન હોવાની બાબતને ધ્યાનમાં લઈને તમામ ઝોનમાં ચેકિંગ કરીને ૪૦૧ PG પૈકી ૩૮૫ PGને નોટિસ અપાઈ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલી ગાઈડલાઈનને અનુસરીને AMC દ્વારા તૈયાર કરેલ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. શહેરમાં અનેક ફ્લેટ અને સોસાયટીઓમાં PC ચલાવવામાં આવે છે જેના કારણે થઈને ત્યાંના સ્થાનિક લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.