અમદાવાદમાં 67થી વધુ વિદેશી પ્રાણી-પક્ષીઓ વેચવાનું રેકેટ ઝડપાયું

By: Nation Gujarat Team
01 Mar, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવરંગપુરામાં આવેલા એક મકાનમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓના પ્રજનન અને વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ મકાનમાંથી 46 પ્રાણીઓ અને 21 પક્ષીઓ ઝડપી પાડ્યા છે. મોટાભાગના પક્ષીઓ અને પ્રાણીઓની કિંમત લાખો રૂપિયા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર મામલે વન વિભાગ, કસ્ટમ વિભાગ અને AMCને પણ જાણ કરવામાં આવી છે.

ગેરકાયદેસર પ્રાણી-પક્ષી લાવીને તેમનું પ્રજનન કરાવી લાખોમાં વેચતા ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નવરંગપુરાના મકાનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન મકાનમાંથી મોટી સંખ્યામાં વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ મળી આવ્યા હતા. આ મકાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે પ્રાણીઓ અને પક્ષીઓ લાવીને તેમનું પ્રજનન કરાવી લાખો રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું.

જપ્ત કરવામાં આવેલા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓની વિગત વિદેશી પ્રાણીઓ: જેમાં અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન (Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, પર્સિયન કેટ (Persian Cats) અને તેના બચ્ચાં (7), નાના-મોટા હૅમ્સ્ટર (Hamsters) (14), મીની લો (Mini Lop) સસલા (15) અને લેધર લેબ ડોફ (Leather Lab Dwarf) (9) જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

જપ્ત કરવામાં આવેલા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓની વિગત વિદેશી પ્રાણીઓ: જેમાં અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન (Red-handed Tamarin) વાંદરાનું બચ્ચું, પર્સિયન કેટ (Persian Cats) અને તેના બચ્ચાં (7), નાના-મોટા હૅમ્સ્ટર (Hamsters) (14), મીની લો (Mini Lop) સસલા (15) અને લેધર લેબ ડોફ (Leather Lab Dwarf) (9) જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

રહેણાંક મકાનનો ઉપયોગ વ્યવસાયિક સંવર્ધન માટે કરવો એ પણ ગંભીર નિયમભંગ પોલીસે પ્રાણીઓ પક્ષીઓ સાથે એક આરોપીની અટકાયત કરી છે. આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા ‘પરિવેશ’ પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ અધૂરા અને શંકાસ્પદ જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની બાયોસિક્યુરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વિના આટલી મોટી સંખ્યામાં જંગલી અને વિદેશી જીવો રાખવા એ ‘ઝૂનોટિક’ (Zoonotic) રોગો ફેલાવવાનું મોટું જોખમ ઊભું કરે છે, જે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. રહેણાંક મકાનનો ઉપયોગ વ્યવસાયિક સંવર્ધન માટે કરવો એ પણ ગંભીર નિયમભંગ છે.

AMC, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર રીતે જાણ કરાશે આ સમગ્ર મામલાની ગંભીરતા,આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમો અને જાહેર આરોગ્યના જોખમોને ધ્યાને લેતા આ અંગેની વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. આ ત્રણેય વિભાગો સાથે મળીને દસ્તાવેજોની ખરાઈ, આયાતની કાયદેસરતા અને રહેણાંક વિસ્તારમાં આરોગ્યના જોખમો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.


Related Posts

Load more