અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસની રેડ:81 યુવક-યુવતીઓની અટકાયત, મેડિકલ ટેસ્ટ ચાલુ

By: Nation Gujarat Team
05 Feb, 2026

અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. આ મહેફિલ ‘AV’ની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા.

11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. આ રેઈડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે.

અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી ચાલુ રાખી છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવી છે.

અટકાયતમાં લેવાયેલા તમામ યુવાનોના મેડિકલ ટેસ્ટ ચાલુ આ ઘટના સાણંદ વિસ્તારમાં પ્રાઈવેટ પાર્ટીઓ અને દારૂ-હુક્કાના વધતા કેસો તરફ ધ્યાન દોરે છે. પોલીસે આવા કાર્યક્રમો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલ તમામ અટકાયતમાં લેવાયેલા તમામ લોકોના મેડિકલ ટેસ્ટ ચાલુ છે અને તેમની ઓળખ અને પૃષ્ઠભૂમિની તપાસ પણ ચાલી રહી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડીરાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવક અને 26 યુવતી મળી કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં.


Related Posts

Load more