અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ

By: nationgujarat
25 Sep, 2025

Ahmedabad Crime: અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા ગુરુવારે કાંભા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 1.56 લાખ રૂપિયાનું 220 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને 543 કિલો ઘી ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યું છે.

ખોરાક અને ઔષધ વિભાગે નમૂના લીધા

મળતી માહિતી મુજબ, વહેરાલ ગામ પાસે આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કના શેડ-1માં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ‘માઁ અર્બુદા પ્રોડક્ટ’ના સંચાલક દ્વારા કથિત રીતે ભેળસેળવાળું ઘી વેચવામાં આવતું હતું. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી અધિકારીઓએ 223.2 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી કબજે કર્યું હતું, જેની અંદાજિત કિંમત 1.56 લાખ રૂપિયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ લેબોરેટરી પરીક્ષણ માટે ઘીના નમૂના લીધા છે અને આગળવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.


Related Posts

Load more